પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ
શ્રી કૃષ્ણ જુએ છે કે અર્જુન મોહવશ થઇ પોતાની ફરજ , સ્વ ધર્મ થી પીછેહઠ કરવા માંગે છે . મોહ એટલે સમજો કે એક ન્યાયાધીશ અનેક ને ફાંસી આપે પરંતુ પોતાના પુત્ર ને જ એવી સજા કરતી વખતે ડહાપણ આવે કે આ સજા ક્રૂર છે ! સરળ સ્વભાવ ના અર્જુન ને સગા સ્નેહી ને રણ મેદાન માં સામે જોતા મોહ જનિત વિષાદ આવતા ખેદ ભરી ગ્લાનિ અનુભવી રહ્યો છે .પોતાના મન ના ભાવ અર્જુન સરળતા થી પોતાના મિત્ર શ્રી કૃષ્ણ પાસે ખુલ્લા મન થી મુકે છે .નમ્ર અર્જુન અને જ્ઞાની માર્ગદર્શક શ્રી કૃષ્ણ વિષાદ ને પણ યોગ બનાવી ...જગત ના સામાન્ય મનુષ્ય ને ચિરંતન માર્ગદર્શન આપવા ...તત્પર થયા છે .અને તેમાં થી જે સંવાદ થયો તે ગીતા અને તેના કહેનાર શ્રી કૃષ્ણ બન્યા જગદગુરુ।
બીજો અધ્યાય આત્મજ્ઞાન
આમ અર્જુન જગદગુરુ શ્રી કૃષ્ણ ની શરણે જાય છે , પોતાની જીવન નૌકા નું સુકાન સદાચારી, સયમ શીખવનાર, જ્ઞાન અને કુશાગ્ર શ્રી કૃષ્ણ ને સોપે છે .ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ના મોહ નિવારણ માટે જીવન ના ત્રણ મહાન સિદ્ધાંત રજુ કરે છે .
1. આત્મા અમર છે 2 શરીર નાશવંત છે 3 સ્વ ધર્મ નું પાલન કરો .
હું અને મારું વ્યાકરણ ની દ્રષ્ટિ થી અલગ છે તેમ આત્મા ને શરીર જુદા છે શરીર મારું છે પણ 'હું' નથી . આત્મા sharir નું ચાલક બળ છે તે નીકળી જતા શરીર માંથી બ્જીવ નીકળી જાય છે અને મડદું બની જાય છે .આત્મા નીકળી જાય છે તેno નાsh nathi અને નવું શરીર ધારણ કરે છે .આત્મા અમર છે અને શરીર નાસ્વંત છે તે બે સિદ્ધાંત નક્કી થાય તો ત્રીજો સિદ્ધાંત કે 'સ્વ ધર્મ નું પાલન કરો જીવન માં ઉતારી શકાય .
કોઈ પણ વ્યક્તિ ઠરેલ ચિત્તે ,સ્વાર્થ બાજુ પર મૂકી ,સમાજ નું હિત ધ્યાન માં રાખી પોતાના કર્તવ્ય વિષે નિર્ણય કરે અને તેનું અંતકરણ તેમાં સાથ પુરાવે તે સ્વધર્મ !
વ્યક્તિ ભ્રષ્ટાચારી બને છે કારણ તે ..શરીર ને સર્વસ્વા સમજી તેના લાલન પાલન અને એશ કરવા આત્મા નો અવાજ દબાવી સ્વ ધર્મ વિસરી ..ખોટા કર્મ કરવા પ્રેરાય છે . અમીચંદ ને પ્રલોભન આપી ફોડી નાખ્યો અને ભારત ગુલામ થયો .સામે રાણા પ્રતાપ સ્વ ધર્મ નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ..શરીર ના કષ્ટ કે મૃત્યુ ની પરવાહ ના કરતા સ્વ ધર્મ નું આચરણ કરી અમર થઇ ગયા ..લોકો તેમને યાદ કરે છે . ગીતા ના આ આત્મા જ્ઞાન નો સિદ્ધાંત દરેક ભારતીય અપનાવે તો ભારત સોના નો દેશ બની શકે !
સ્વ ધર્મ ના આચરણ એટલે અધર્મ થી દુર . અધર્મ ,ખોટું આચરણ કરવા થી આત્મા ડંખે .પરંતુ વારે વાર ખોટું કરવા થી આત્મા નો અવાજ બંધ થાય અને વધુ ને વધુ અધર્મ તરફ જશું। આત્મા નો અવાજ બુદ્ધિ ને સ્થિર કરે અને જેની બુદ્ધિ સ્થિર તે સ્થિતપ્રજ્ઞ .
સ્થિતપ્રજ્ઞ .ના લક્ષણ શું? ઇન્દ્રિય સયમી , નિષ્કામ ભાવે ફળ ની અપેક્ષા વગર કામ કરે, સતુંષ્ઠ રહે, દુખ થી વિચલિત ના થનાર, સુખ ની ઈચ્છા ના રાખનાર, કોઈ નો દ્વેષ ના કરે, આનંદ થી કામ કરે ..નિર્દોષ કર્મ કરવા ની કળા તેને હસ્તગત થાય ..ક્રોધ ના રહે, મૂઢતા ના આવે, સ્મૃતિ જાગ્રત રહે એટલે બુદ્ધિ નો નાશ ના થાય અને તેનું પતન ના થાય .
ટૂંક માં જીવન જીવવા ની કળા સાધવા ઉપર ના ત્રણ સિદ્ધાંતો આત્મસાત કરવા નું શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન ને કહે છે .
ત્રીજો અધ્યાય કર્મયોગ
આત્મા નો અવાજ સ્વધર્મ પ્રેરે .અને સ્વધર્મ માં સેવા આવે ..સેવા નિષ્કામ કર્મયોગ થી કરીએ તો ? આપણે હમેશા કર્મ કરતા રહીએ છીએ .ઉત્કૃષ્ઠ કર્મ થી મનુષ્ય જીવન માં ધન્યતા અનુભવે છે .કર્મ માં મીઠાસ કેવી રીતે આવે? ફળ ની આશા રાખ્યા વગર ,ફળ મેળવવા ની આસક્તિ રાખ્યા વગર ,ફળ નો મોહ રાખ્યા વગર ભાવપૂર્વક ,કર્તવ્ય સમજી કર્મ કરવા માં આવે તે નિષ્કામ કર્મયોગ .ખેડૂત એક દાણો તજવા તૈયાર થાય ત્યારે અનેકગણા દાણા પામે .
No comments:
Post a Comment