Sunday, December 9, 2012

રાજવિદ્યા રાજગુહ્યયોગ સંપૂર્ણ સમર્પણ નું દિવ્ય કાવ્ય


મારું ભગવદ ગીતા નું ભાવપુષ્પ...! 
સંત શ્રી.જ્ઞાનેશ્વર મહારાજ , 
આર્ષદ્રષ્ટા પ.પૂ પાંડુરંગ શાસ્ત્રીજી , 
અને આધુનિક કવિ ગુણવંત શાહ ને..
 તારું તુ જ ને અર્પણ…..! 
રાજવિદ્યા રાજગુહ્યયોગ સંપૂર્ણ સમર્પણ નું દિવ્ય કાવ્ય
 અધ્યાય ૯ 
શ્રીભગવાન ઉવાચ
 इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे 
। ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्‌ ॥ 
આં અતિ ગુહ્યવાત તે તને કહું છું ,હે ઈર્ષ્યામુકત અર્જુન !
 જ્ઞાનવિજ્ઞાનસભર જાણશે જે તે મુક્ત થશે અશુભ થી અવશ્ય 1

 ભગવાન નવમાં અધ્યાયમાં માણસ ને રાજા બનાવનારી વિદ્યા નું પ્રેમપૂર્વક વર્ણન કરે છે . જ્ઞાનેશ્વર મહારાજ સમજાવેછે કે જેમ સ્તન માં સંચિત દૂધ ની મીઠાસ અને તેની કદર સ્તન ને નથી, તેથી આપોઆપ દૂધ સ્ત્રવી જાય છે .તેમ છતાં અનન્ય ભાવે દૂધ નું સેવન કરનાર કોઈ વાછરડું હોઈ તેવી માતા ની ઇસ્છા હોઈ છે .બી કદી વ્યર્થ જતા નથી તે જ પ્રમાણે કોઈ પ્રશસ્ત અંતકરણનો, શુદ્ધ બુદ્ધિ નો ,નિંદા નહિ કરનારો અને સાચી નિષ્ઠા રાખનારો ભક્ત હોઈ તો તેને ગુપ્ત રહસ્ય વાળી  વાત પણ આનંદ થી કહેવી

તું ગુણોથી સંપન્ન અને નિષ્ઠા રાખનાર છો તેથી તારી પાસે ગુપ્ત વાત ગુપ્ત રાખવા યોગ્ય નથી .જેમ ખરો અને ખોટો સિક્કો અલગ થી જાય છે ,જેમ રાજહંસ ક્ષીરનીર જુદા કરે છે તેમ ગુહ્ય વિજ્ઞાન અને બ્રહમ્જ્ઞાન (જ્ઞાનવિજ્ઞાન) ના અલગ વિભાગ કરી બતાવું છું . યુગ પુરુષ કૃષ્ણ જ્ઞાન અને વિજ્ઞાન નો સમન્વય સિદ્ધ કરેલ છે .ગીતકાર ક્યાય જ્ઞાન અને વિજ્ઞાન ની ઉપેક્ષા કરવા તૈયાર નથી .જેમ પવન માં ઉપણવા થી ફોતરા ઉડી જાય છે ને ધાન્ય રહી જાય છે તેમ આ જાણતા ની સાથે જ સંસાર નો નાશ થાય છે અને મુમુક્ષુ ને મોક્ષ નો અભિષેક થાય છે . 

આ વિદ્યા શ્રેષ્ઠ તમ છે .સમજવા માં ગુહ્ય છે પરંતુ આચરવા માં સરળ છે .આ અધ્યાય સમજવા માટે પાત્રતા ની જરૂર છે . ભગવાન જણાવે છે કે જે અનસુનવયે અથાર્ત ઈર્ષ્યા વગર નો છે તે જ આ જ્ઞાન સમજી શકશે .આ વિદ્યા સમજી અને આચરનાર ને શું ફળ છે? તેના અશુભ નાશ પામશે .આજ નો યુગ ખરેખર ''ઈર્ષ્યા યુગ '' બની ગયો છે . શાળાથી માંડી પ્રત્યેક જગ્યાએ હરીફાઈ ,અછત ,અપર્યાપ્તા,મહત્વાકાંક્ષા એ માનવી ને લોહીલુહાણ કરેલ છે .આ વિદ્યા નું આચરણ સંજીવની નું કામ કરશે .માણસ બીજા ના દુખે દુખી થઇ શકે છે પરંતુ ભલભલા ને માટે બીજા ના સુખે સુખી થવું દુષ્કર લાગે છે . બીજા ના સુખે સુખી થનાર જ રાજા છે અને તે જ આ વિદ્યા નો અધિકારી છે .અશુભ શું છે? '' હું એકલો છું '' '' હું જ કરું છું'' ''હું ભોગવું છું'' આ ત્રણ અશુભ છે આ રાજ વિદ્યા ને આચરણ માં મુકનાર અશુભ થી મુકત થશે .લાભ હમેશા શુભ નથી પરંતુ શુભ માં હમેશા લાભ છુપાયેલ છે. 
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम्‌ । 
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्‌ ॥ 
વિદ્યાઓ માં શ્રેષ્ઠ ,ગુઢ ,પવિત્ર ને ઉત્તમ રાજવિદ્યા 
અનુભુત ધાર્મિક સરળ અવિનાશી ગુપ્ત વિદ્યા આ …2

 આ રાજવિદ્યા આચરણ માં લાવી પ્રત્યક્ષ અનુભવવી અત્યંત સરળ છે ,પવિત્ર છે ,સુખા આપનારી અને સદા સર્વદા હિતકારીછે જ્ઞાનેશ્વર મહારાજ આ સમજાવેછે કે આવું ઉત્તમ ,પવિત્ર ,ગુહ્ય ,ધર્મ નું અનુષ્ઠાન આવું બ્રહમ જ્ઞાન ગુરુ મુખ થી નીકળે કે શિષ્ય માં રહેલ બ્રહ્મ પ્રત્યક્ષ થાય છે . આવું સહેલું અને સુલભ જ્ઞાન એક વાર પ્રાપ્ત થતા કદાપી નાશ થતું નથી ,વારંવાર આસ્વાદન થી કંટાળો નથી આવતો . હે અર્જુન !તું શંકા ના કરીશ કે , ઉત્તમ અનુપમ છતાં આવું સુલભ જ્ઞાન લોકો ને કેમ પ્રાપ્ત નથી .આવી શંકા માટે અવકાશ છે ખરો,પરંતુ આવી શંકા કદાપી લાવીશ નહિ

अश्रद्दधानाः पुरुषा: धर्मस्यास्य परन्तप । 
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ॥ 

હે તપસ્વી! જે શ્રદ્ધા રાખે નહિ, વળી ધર્મ માં માને નહિ
 પામનાર ના મુજ ને , ફરી ફરી મૃત્યુલોક ને જ પામે છે …3 

આ સુક્ષ્મ ના પ્રદેશ ની યાત્રા છે . શ્રદ્ધા વગર સુક્ષ્મ માં પ્રવેશ શક્ય નથી .પરંતુ બુદ્ધિ અને શ્રદ્ધા ની બે પાંખો ના સમન્વય વગર આ અંતરયાત્રા માં ઉડાન ના સંભવે . તર્કબુદ્ધિ વગરની શ્રદ્ધા અંધશ્રદ્ધા છે અને શ્રદ્ધા વગર ની તર્કબુદ્ધિ એટલે વિતંડાવાદ . અંધશ્રદ્ધા ડુબાડે અને અશ્રદ્ધા છે તે ગોળગોળ ફરેવે . કેન્દ્ર માં શ્રદ્ધા હોઈ તો વાંધો ના આવે .અશ્રધાળું ને વારંવાર સંસાર ચક્ર માં આવવું પડે છે .આધ્યાત્મ ની આંખ એટલે શ્રદ્ધા .શ્રદ્ધા આંધળી નથી .સ્થૂળ આંખ જ્યાં ગોથું ખાઈ જાય એવી સૂક્ષ્મતા ને અંદર ની આંખ જુવે . સુરદાસ ને પ્રજ્ઞાચક્ષુ થી દેખાયું તે આંખોવાળા ને ક્યાં દેખાઈ છે! અંતઃ સ્ફૂરણા નું મહત્વ ઘણું છે . શ્રદ્ધા ના માર્ગે આછું પાતળું અજવાળું પથરાઈ અને અડધુપડધું દેખાઈ તે અંતઃ સ્ફૂરણા .જીવન માં અંદર ના આચ્છા અણસાર ઘણા ઉપકારક સાબિત થતા હોઈ છે .દરેક ને આવા અણસાર મળતા જ રહે છે ,કારણ આપની સંવેદન શીલતા ટાંચી પડે છે ..કેવળ તર્ક બુદ્ધિ ના કાટમાળ માં સુક્ષ્મ અણસાર દટાઈ મરે છે .ગુલાબ ના ફૂલ ઉપર સ્ટીમ રોલર ફરી વળે છે .
ટૂંક માં શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધ શ્રદ્ધા નો તફાવત સમજી ને ચાલવાનું છે . શ્રદ્ધા ની ત્રીજી આંખ ને અંધાપો કે મોતિયો નથી આવતો . જ્ઞાનેશ્વર મહારાજ સમજાવે છે કે ઉપર્યુક્ત શંકા નું સમાધાન છે. બગાઈ ગાય નું પવિત્ર અને મીઠું દૂધ છોડી તેનું લોહી પીએ છે .કમળ ની મધુર પરાગ નું સેવન બહાર થી આવેલ ભ્રમરો કરે છે અને તેજ તળાવ માં રહેલ દેડકા ના ભાગ્ય માં કાદવ જ છે .તેવી જ રીતે અનેક સોના મોહરો હોવા છતાં કંજુસ ભાગ્યહીન દરીદ્રવાસ્થા જ ભોગવતો હોઈ છે .બસ એમજ હ્રિદય માં રામ હોવા છતાં અજ્ઞાની જીવ ની વાસના તો વિષયો માં જ છે .જેમ મ્રીગજળ જોતા મોઢા માં રહેલ અમૃત થૂંકી કે છીપ મળતા હાથ માં નો પારસ મણી ફેકી દેવો અયોગ્ય છે તેમ અહં ને પકડી મને છોડી દેનાર મને ક્યાંથી પ્રાપ્ત કરે? તેને તો જન્મ મરણ ના બે કિનારા વચ્ચે જ ડૂબકી મારવા ની રહે ! મને ઓળખવા નો પ્રશ્ન છે? ઉત્તર છે કે , ગમે ત્યાં થી જુઓ પણ સૂર્ય જોનાર ના મો સામે જ દેખાઈ છે ને .સૂર્ય ની જેમ હું સ્થિર છું .સૂર્ય ક્યારેક દેખા ના પણ દે... પરંતુ મારી બાબત માં તેમ નથી.. . બ્રહ્મસ્વરૂપ નું દિગ્દર્શન સર્વ વ્યાપક છતાં નિર્લેપ બ્રહ્મ -પશ્ય મેં યોગેશ્વર્યમ 

मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना । मत्स्थानि सर्वभूतानि न चाहं तेषवस्थितः ॥ અખંડ મારું આ રૂપ જગ માં વ્યાપક છે મારા માં છે બધા ,પણ હું બધા માં નથી …..૪ આ ભૂમિકા માં લાવી ભગવાન કહે છે કે અવ્યક્ત રૂપે આ જગત માં હું વ્યાપ્ત છું , ઓતપ્રોત છું. જ્ઞાનેશ્વર મહારાજ કે જેમ દૂધ માં થી દહીં ,બીજ માં થી વૃક્ષ અથવા સુવર્ણ માં થી અલંકાર બને છે તેમ મારા નિર્ગુણ રૂપ નો વિસ્તાર તે આ સકળ જગત છે .નિર્ગુણ હોવા છતાં સાકાર થઇ આ ત્રિલોક ની રચના કરી છે .જેમ પાણી ઉપર ફીણ તેમ આ સર્વ ભૂતો મારા સ્વરૂપ નો આભાસ છે .આમ આ ભૂતો મારા માં જણાઈ છે પણ હું તેમના માં નથી . શ્લોક ૪ અને ૫ માં ગુહ્ય લાગે તેવા બે વિરોધાભાસી વિધાનો કરે છે. શ્લોક ૪ માં સર્વે ભૂતો (જીવ) મારા માં રહેલા છે ,પણ હું તેઓ માં રહેલ નથી એમ કહી ૫ માં શ્લોક માં કહે છે ''બધા ભૂતો મારા માં રહેલા નથી મારા અંશે ભૂતો ને ધારણ કરતો મારો આત્મા ભૂતો માં રહેલ નથી’ न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम्‌ । भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥ મારા માં નથી જીવ રહેતા ,સર્વત્ર જો મારો ઐશ્વર્યયોગ ભિન્નજીવો રહે મુજ માં , મારો આત્મા લોપાય નહિ તેમાં …… …5 જ્ઞાનેશ્વર મહારાજ સમજાવે છે કે મારા માં જ સર્વ ભૂતો છે એવું અગાઉ જે મેં કહ્યું તે સર્વ મિથ્યા છે .!!તારે તે સમજવા માયા થી અતીત આવું મારું રૂપ સ્વરૂપ છે તેને કલ્પના છોડી અસલ માં જાણવું જોઇયે .જ્ઞાનરૂપી ચક્ષુ જયારે અજ્ઞાન રૂપી અંધકાર થી કેટલીકવાર ગ્રસિત થાય છે ,ત્યારે તે ધુંધળા પ્રકાશ માં હું અખંડ હોવા છતાં ,ભૂતો મારા થી અલગ દ્રષ્ટિ ગોચર થાય છે .સંકલ્પ ની સંધ્યા વેળા નીકળી જતા મારું અખંડિત સ્વરૂપ જ અવશેષ રહે છે .ટૂંક માં ભેદ માલુમ પાડવા નું કારણ કેવળ દ્રષ્ટા નો સંકલ્પ જ છે સોના માં થી ઘરેણા બનતા સુવર્ણ નું સુવર્ણ પણું નષ્ઠ નથી થતું . જોનાર ની દ્રષ્ટિ અને સંકલ્પ થી તે દાગીના છે .તે પ્રમાણે મારા સ્વરૂપ પર જે ભૂતો નો આરોપ કરે છે ,તેને તેની કલ્પના ને લીધે મારા માં ભૂતો નો આભાસ થાય છે .જેમ ગોળગોળ ફરવા થી ચકકર આવે છે તેમ મન માં કલ્પના કરવા થી અખંડ બ્રહ્મ સ્વરૂપ માં વિવિધ પદાર્થો નો આભાસ થાય છે .કલ્પના કરનારી માયા ની સમાપ્તિ થાય એટલે મારું નીરુપાધિક શુદ્ધ સ્વરૂપ દેખાઈ છે લોકો કલ્પના કરે છે અને મારા નિર્ગુણ સ્વરૂપ માં સર્વ પદાર્થ ની ભાવના કરે છે અને વળી આવી કલ્પના કરે છે કે હું તે પદાર્થ માં રહેલ છું અને હું જ ભૂતો ની ઉત્પત્તિ કરું છું .વાસ્તવ માં ભૂતો અને હું એકજ છીએ ..જે પ્રમાણે સૂર્ય ને સૂર્ય ની પ્રભા એક છે .આ મારો ઐશ્વર્યયોગ છે. વાસ્તવ માં સર્વે મારા થી જુદા નથી અને હું પણ તેમના થી સહેજ પણ ભિન્ન નથી સર્વત્ર વ્યાપક અને વ્યાપ્ત ને સમજવા માં શબ્દો વામણા પડે .અલગ અલગ ઉપમા આપી તે સમજાવવું પડે .ભગવાન કૃષ્ણ આગળ ના શ્લોક માં એક સુંદર ઉપમા આપી આ વાત વધુ સ્પષ્ટ કરે છે. यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान्‌ । तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ॥ મહાન વાયુ વિચરતો દસે દિશા ને નિત્ય રહે આકાશે બસ તેમ બધા પ્રાણીઓ મારા માં સ્થિત છે સદાએ ….6 વિશ્વ ઈન્દ્રિયગોચર છે ,ઇન્દ્રિય ને માન્ય છે .બ્રહ્મ ઇન્દ્રિયાતીત છે .બ્રહ્મ વિશ્વ માં વ્યાપી ને રહેલ છે . આ એક ચમત્કાર છે કે ઇન્દ્રિયાતીત બ્રહ્મ ઈન્દ્રિયગોચર વિશ્વ માં વ્યાપી ને રહેલ છે અને તે ઈન્દ્રિયગમ્ય છે પણ ખરું અને નથી પણ ખરું .મૂર્ત વિશ્વ માં વ્યાપનાર અમૂર્ત -આ ગુહ્ય વાત છે .ગુહ્યતા નો મતલબ કે આવા તત્વ માટે અવિશ્વાસ રહે ખરો ! આંખો વડે વિશ્વ દેખાય છે ,તે દ્રશ્યમાન વિશ્વ ની પાછળ અમૂર્ત ,અદ્રશ્ય ,અખંડ સત્તા વ્યાપ્ત છે .તે સત્તા આંખ માં ભરેલી છે અને તે શક્તિ થી જ આંખ વિશ્વ ને જુવે છે .તેમ છતાં જે આંખ હોવા છતાં ઘણા જોઈ શકતા નથી. મૂર્ત વસ્તુ માં અમૂર્ત વસ્તુ મૂર્ત લગતી નથી ,પણ અમૂર્ત વસ્તુ ના અસ્તિત્વ થી દ્રશ્ય ભૂતો નું અસ્તિત્વ ભાસે છે ,આ વૈશ્વિક દાર્શનિક સિદ્ધાંત છે -મ્ત્સ્થાની ... સર્વે પદાર્થો માં સત્તા, આશ્રય ,આધાર આપવા છતાં જગત માં ચમત્કાર છે -પદાર્થ માં પદાર્થ રૂપે ન હોવું ,તો ક્યાં હોવું ..આઘું ના હોવું... પશ્ય મેં યોગેશ્વર્યમ શ્લોક ૪,૫,અને ૬ માં ભગવાને તત્વજ્ઞાન ઠસોઠસ ભરી દીધેલ છે .સ્વાદ લેનાર સતત પરાશ્રિત છે પરંતુ સ્વાદ નું જ્ઞાન રાખનાર તત્વ પૂર્ણતઃ સ્વતંત્ર છે .આવું જગત છે . જગત માં પ્રભુ ભર્યા છે (શ્લોક ૪)એમ કહી ,પરમેશ્વર માં જગત છે (શ્લોક ૫) તેમ સમજાવેલ છે ત્યાર પછી પરમેશ્વર પરમાત્મા જ છે બીજું કશું નથી (શ્લોક ૬) .આ ચમત્કાર ત્રયી એટલે પશ્ય મેં યોગેશ્વર્યમ જ્ઞાનેશ્વર મહારાજ સમજાવે છે કે - વાયુ હલે છે ત્યારે આકાશ થી અલગ ભાસે છે ,બાકી તો આકાશ જ લાગે છે .તેજ પ્રમાણે જયારે કલ્પના કરવા માં આવે છે ત્યારે જ મારામાં ભૂતો ભાસે છે .કલ્પના ના અભાવ માં સર્વત્ર હું જ છું એમ જણાઈ છે . આમ કલ્પના ને કારણે ભૂતો નું અસ્તિત્વ અને નાસ્તિત્વ ભાસે છે .કલ્પના નો મૂળ માંથી નાશ થતા ભૂતો નું અસ્તિત્વ કે અનસ્તિત્વ નહિ ભાસે . માટે આ કલ્પના રૂપી નિદ્રા નું નિકંદન કાઢી સદા જાગ્રાતાવસ્થા રહે તે માટે બરાબર લક્ષ આપી જાણી લે કે ઉત્પત્તિ,સ્થિતિ અને લય નું કારણ કેવળ માયા છે . सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम्‌ । कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्‌ ॥ સર્વ નિર્ગુણ માયા માં થાય લીન મહા પ્રલયે, હે કુંતીપુત્ર ! , પ્રાણી સમુદાયને ફરી કલ્પ પ્રારંભે સરજુ છું હું સૃષ્ટિ સાથે…7 જ્ઞાનેશ્વર મહારાજ સમજાવે છે કે .. આકાશ ના પોલાણ માં જેમ વાયુ વિલીન થાય છે તેમ મહાપ્રલયે પ્રકૃતિ માં થી પેદા થતા સર્વ જીવો પ્રકૃતિ માં જ મળી જાય છે અને સૃષ્ટિ ના પ્રારંભે ફરી હું જ તેને નિર્માણ કરું છું . પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી કહે છે કે માયા એટલે ઈશ્વર નું કૌશલ્ય ..એટલી સુંદર સૃષ્ટિ છે કે સૃજન જોતા જોતા સૃજનહાર જ ભૂલાઈ જાય .આગળ ના અધ્યાય ૭/14 માં માયા એટલે કે પ્રકૃતિ ના બે પ્રકાર બતાવેલ છે. અપરા અને પરા .અપરા પ્રકૃતિ ના અષ્ઠ વિભાગ પૃથ્વી , જળ, ,અગ્નિ, વાયુ ,આકાશ, મન ,બુદ્ધિ અને અહંકાર છે અને પરા પ્રકૃતિ ને જીવ રૂપે સમજાવી છે. આકાશ ના પોલાણ માં જે પ્રકારે વાયુ વિલીન થાય છે તે જ પ્રમાણે પ્રલયે (કલ્પ ને અંતે ) પ્રકૃતિ માંથી પેદા થયેલ બધા પ્રકૃતિ માં મળી જાય છે .પછી સૃષ્ટિ ના પ્રારંભ(કલ્પ ના પ્રારંભે ) ફરી હું જ તેને નિર્માણ કરું છું . ગુણવંત શાહ ''કૃષણ નું જીવન સંગીત'' માં કહે છે કે ઉત્પતિ સ્થિતિ( LIFE ) અને લય ની બાબત માં વિજ્ઞાન અને જ્ઞાન સમાંતર ચાલતા જોવા મળે છે . વિજ્ઞાન માને છે કે વિશ્વ ની ઉત્પત્તિ મહાન ધડાકા (BIG BANG )થી થઇ અને સતત વિસ્તરતું બ્રહ્માંડ મહા સંકોચ ( BIG CRUNCH ) ને કારણે નાશ પામશે .ઝેન વિચારધારા માં ''Gateless Gate '' દરવાજા વગર નો દરવાજો '' ની વાત છે .જે સર્વદેશીય હોય તેને દરવાજો શી રીતે હોય ? સૂર્ય ના સ્વાગત માટે કમાનો ઉભી કરવા નો શો અર્થ? દિવસ રાત ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષીણ એ પૃથ્વી ના ગુણધર્મો છે સૂર્ય ને તેની સાથે શું લેવાદેવા? બાકી આ સૃષ્ટિ નો અધ્યક્ષ એક જ છે તે વાત આગળ સમજાવી છે. प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः । भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात्‌ ॥ વશ માં માયા ના, પરવશ પ્રાણી સમુદાય ને ફરી ફરી ઉત્પન્ન કરું છું, મારી જ એ માયા વડે 8 (જ્ઞાનેશ્વર મહારાજ સમજાવે છે )કે જેમ સ્વપ્ના નું કારણ નિદ્રા છે તેમ સર્વ પ્રાણી અને જગત નું મુખ્ય કારણ પ્રકૃતિ(માયા) છે .હું જ મારી આ પ્રકૃતિ નો સેહેજ અંગીકાર કરું છું ત્યારે વસ્ત્ર વણાટ માં જેમ દોરા ઉપાદાન કારણ બને છે , જેમ માટલું બનાવવા માટી ઉપાદાન કારણ બને છે તેમ પંચમહાભૂત કાર્ય નું ઉપાદાન કારણ પ્રકૃતિ બને છે .જેમ મેળવણ થી દૂધ નું દહીં જમવા માંડે છે, જેમ પાણી સિંચવા થી બીજ માં અંકુર ફૂટવા મંડે છે અને વૃક્ષ નો આકાર ધારણ કરે છે બસ તેમ જ ,સહજ પ્રકૃતિ નું પ્રસારણ થાય છે .જેમ સ્વપ્નાવસ્થા માં ચાલનાર ના જાગ્રતાવ્સ્થા માં પગ દુખતા નથી, શ્રમ થતો નથી તેમ જ બસ વગર શ્રમે આ થાય છે. પ્રકૃતિ અને મારો સંબંધ રાજા-પ્રજા જેવો છે .જેમ મહાસાગર માં ભરતી માટે ચંદ્ર ને શ્રમ નથી ..માત્ર ચન્દ્ર ને જોતા ભરતી આવે છે તેમ ઉત્પત્તિ,સ્થિતિ અને લય એ બધા કામ મારા નથી પણ પ્રકૃતિના છે .હું પ્રકૃતિ નો અંગીકાર કરું છું એટલે પ્રકુતિ તેનું કાર્ય કરી શકે છે .સર્વ પ્રાણી સમુદાય ને ઉત્પન્ન કરવા અને તેનું ભારણ પોષણ કરવું તેનું કર્તુત્વ મારી પાસે નથી આવતું .આમ કર્મો મારામાંથી ઉત્પન્ન છે છતાં તે મારા થી દુર રહે છે . न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय। उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ॥ ને નથી તે કર્મો બનતા બંધનકારક મને ,ધનંજય! ઉદાસીન નિર્લેપ સાક્ષી ભાવે સઘળું આ સર્જતા . ..9 ( જ્ઞાનેશ્વર મહારાજ સમજાવે છે કે) જેમ ઘર માં રહેલો દીપક કોઈ ને તું અમુક કામ કર કે નહિ કર, એવું કહેતો નથી અને કોણ શું કરે છે તે જાણતો નથી ,તે તો માત્ર સાક્ષી રૂપ હોઈ ઘરમાં ની પ્રવૃત્તિ માં કારણરૂપ જ છે .તે જ પ્રમાણે હું સૃષ્ટિ ની ઉત્પત્તિ ,સ્થિતિ અને લય એ કર્મો માં ઉદાસીન અને અનાસકત છું .ફક્ત એટલું જાણ કે સર્વ ભૂતો માં હું વ્યાપ્ત છું . मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरं । हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ॥ મુજ અધ્યક્ષપણા નીચે પ્રકાશિત , પ્રકૃતિ ઉત્પન્ન કરે છે સઘળું જગત ને વિવિધ પ્રકારે પરિવર્તન પામે છે સચરાચર મારા જ પ્રકાશે 10 અધ્યક્ષ એટલે અધી+ અક્ષ ..નજર નીચે .. ભગવાન કહે છે કે હું અધ્યક્ષ છું , વ્યવસ્થાપક છું , આ વિશ્વ અને પ્રત્યેક જીવ નો coordinator છું .મારું અદ્ભુતપણું સમજી લે ,જ્ઞાન પ્રકાશ થી બરાબર જોય લે .હું પ્રાણીઓ માં નથી અને પ્રાણીઓ મારામાં નથી એ મુખ્ય તત્વ તું કદી ભૂલીશ નહિ . જેમ આ જગત ના વ્યાપાર માટે કેવળ સૂર્ય કારણભૂત છે ,તે પ્રમાણે વિશ્વ ની ઉત્પત્તિ, સર્જન નું હું જ કારણ છું .જે વખતે હું માયા નો અંગીકાર કરું છું તે વખતે તેના યોગ થી પરની માત્ર ની ઉત્પત્તિ થાય છે. અધ્યક્ષ સિવાય આ જગત માં કશું કાયમી નથી. જગત ના પરિવર્તનો હું અધ્યક્ષ તેમાં લપેટાયા વગર ઉદાસીન થઇ ને જોતો રહેલ છું ઉદાસીન એટલે ઉચે આસને બેસનાર .જેમ માણસ નો હોદ્દો ઉચો તેમ તેની પાસે તટસ્થતા ની આશા વધારે .રાષ્ટ્રપ્રમુખ ને વડાપ્રધાન કરતા વધુ તટસ્થતા રાખવી પડે .ભગવાન કહે છે કે હું જગત નો અધ્યક્ષ છું, તટસ્થ છું અને તેથી ન્યાયાધીશ છું અને મારે કર્મ ના સિદ્ધાંતો નું મારું પાલન વ્યવહારુ છે. સંપૂર્ણ સમર્પણ ને માર્ગે अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम्‌। परं भावमजानन्तो मम भूतमहेश्वरम्‌ ॥ મૂર્તિ માં મનુષ્ય ભાવે , અવિવેકી એવો મૂઢ જન મને જાણે ! પરબ્રહ્મ રૂપે મહાન મારા ઐશ્વર્યને એ ક્યાંથી પરમાણે ? 11 જો તું મારી પ્રાપ્તિ ની ખરી ઈચ્છા ધરાવતો હો તો, તને મેં જે મારું અદ્ભુત ઐશ્વર્ય તત્વ બતાવ્યું તે લક્ષ માં બરાબર ઠસાવ . મારા શુદ્ધ નિર્મળ સ્વરૂપ માં મનુષ્યભાવ આવવા દેતો નહિ .મને મૂર્તિ માં સ્થૂળદ્રષ્ટિ થી જોશે તો મારા માં મનુષ્યભાવ આવશે અને તારું જોવું વ્યર્થ થશે . આવી રીતે મારું યથાર્થ દર્શન થશે નહિ .જેમ સ્વપ્ના ના અમૃત થી કોઈ અમર થતું નહિ તેમ આવી સ્થૂળ દ્રષ્ટિ થી જોવા થી મારું દિવ્ય દર્શન થશે નહિ .મૃગજળ ને ગંગા કે બાવળ ને કલ્પવૃક્ષ સમજી કોઈ તેની પાસે જાય તો તેને એનો લાભ મળશે? અવિવેકી મૂઢ મને અદ્વૈત હોવા છતાં મારા માં દ્વૈત માને છે . ક્ષુદ્ર મનુષ્ય ધર્મ મને વળગેલા છે તેવું વિપરીત જ્ઞાન છે તેમને . मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः । राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ॥ મોહાત્મ કરે મોહિત વિચાર ને થાય કર્મ મેલા રાક્ષસી આસુરી સ્વભાવે ,સંસાર મોહ માં થાય ઘેલા…12 જેનું ચિત્ત અને દ્રષ્ટિ મારા વિષે ના યથાર્થ જ્ઞાન થી સંપન્ન નથી તેવા મુર્ખ નું શેષ સર્વ જ્ઞાન અને આચરણ વ્યર્થ છે . તેના હાથ માં શાસ્ત્ર એટલે વાંદરા ના હાથ માં તલવાર ! મોહ અને માયા ના પંજા માં ફસાઈ ચિંતા ના દ્વારે થી તમોગુણ થી ગ્રસ્ત રાક્ષસી અને આસુરી ગુણો ને પ્રાપ્ત કરી ભ્રમ અને ભ્રાંતિ રૂપી સંસાર માં અટવાઈ જાય છે . મોઘાશા-વ્યર્થ આશા વાળા ,લગ્ને લગ્ને કુંવારા ,ધારવ વગર ના જીવો . મોઘ કર્મણા-યંત્રવત કામ કરનાર, સ્વાર્થ વગર કામ ના કરનાર ,મોઘ જ્ઞાન -જ્ઞાન આચરણ માં ના મૂકતા અપચો જેને થાય તેવા જીવ . આવા ત્રણ પ્રકાર ના જીવ મોહ પમાડનાર આસુરી /રાક્ષસી પ્રકૃતિ માં લોપાયમાન થશે . પ્રકૃતિ ના અધ્યક્ષ ને જાણશે નહિ .પ્રકૃતિ ને મુખ્ય ગણી અધ્યક્ષ ને ગૌણ ગણનારા મોહાત્મા અને પ્રકૃતિ ને ગૌણ ગણનારા અને અધ્યક્ષ ને મુખ્ય ગણનારા મહાત્મા. महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः । भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्यम्‌ ॥ મહાત્મા છે તે હે પાર્થ! દૈવી સ્વભાવ વાળો એકનિષ્ઠ ભક્ત જે ભજે મને માયારહિત જાણી સર્વ કારણ ના કારણ રૂપે !...13 એવા મહાન સાધુઓ ના નિર્મળ અંતકરણ માં હું નિવાસ કરું છું .જેને સ્વપ્ના માં પણ વિષય વાસના નો સ્પર્શ થતો નથી ,જેની પરમાત્મા પ્રાપ્તિ ની ઉત્કૃષ્ઠ ઈચ્છા છે ,જેનું મન હમેશ સદવિચારો ને જ પુષ્ઠી આપે છે ,જે જ્ઞાનગંગા માં સ્નાન કરી અંતર્બાહ્ય શુદ્ધ થયા છે ,જે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ ની પ્રાપ્તિ થી તૃપ્ત થયા છે ,જેનું શરીર એટલે શાંતિ ને પલ્લવ ફૂટ્યા છે .આ પ્રગટ બ્રહ્મ નું શરીર એટલે આનંદ ના સાગર માં થી કાઢેલ કુંભ ,જેને ભક્તિ ની સહજ પ્રાપ્તિ થઈ છે ..,જે મોક્ષ ને પીછેહઠ એમ કહી દીધેલ છે , જેની સહજ લીલા માં પણ નીતિ નો જન્મ હોઈ છે ,જેને પોતાના વ્યાપક ચિત્ત થી મને સર્વ વ્યાપક ને આવૃત કરી લીધો છે એવા પ્રગટ બ્રહમ સ્વરૂપ મહાત્મા દૈવી પ્રકૃતિ ના ભાગરૂપ છે .તેઓ સર્વત્ર મારું દર્શન કરે છે .પ્રતિ ક્ષણ વર્ધમાન એવો મારા માટે પ્રેમ છે. મારા માં મનુષ્ય ભાવ લાવ્યા વગર મ્દ્રુપ બની મારી સેવા કરે છે .તે સેવા ની આશ્ચર્યકારક વાત હવે શ્રવણ કર ... આમ મોહાત્મા ને મહાત્મા ના બે સ્પષ્ઠ ભાગ થાય છે . અવિનાશી સ્વરૂપ વાળા અધ્યક્ષ ને સંપૂર્ણ સમર્પણ કરનાર ના ત્રણ પ્રકાર છે . ૧) ભક્તિભાવે ભગવાન ને ભજતા -સતત કીર્તન ,નમસ્કાર ,ભાવનાપૂર્વક સમર્પણ કરનાર ૨) જ્ઞાન માર્ગે ભગવાન ને સમજવા મથનાર ,અદ્વૈતવાદી- પરમતત્વ એક છે એમ માનનાર અને પરમાત્મા ને પ્રકૃતિ નો ભેદ સમજી દ્વૈતભાવે સૃષ્ટિ ના અધ્યક્ષ પરમેશ્વર ને સમજવા મથતા જ્ઞાની ભક્ત .નિત્યાનિત્ય વિવેક થી નિત્ય સનાતન તત્વ ને સમર્પણ કરનાર ૩) કર્મ માર્ગે (યજ્ઞ માર્ગે) ભગવાન ને પામવા મથનાર -જીવન નું પ્રત્યેક કર્મ યજ્ઞ ની આહુતિ કરનાર- આહુતિ માં સમર્પણ ભાવના છે सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढ़व्रताः । नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥ સતત કીર્તન મારું કરે ,પ્રયત્નપૂર્વક દ્રઢવ્રત નિયમ માં રહે અષ્ટાંગ દંડવત કરે ,ને નિત્ય ધ્યાન માં ચિંતન મારું જ કરે…14 આવા મહાત્મા સતત મારી સેવા માં રેહતા ,મારા નામ ના ઘોષ થી વિશ્વ ના સૌ પ્રાણીઓ ના દુખ નો નાશ કરે છે .સઘળું જગત બ્રહ્મસુખ થી ગાજી રહે છે .હરિકીર્તન ના પ્રેમ થી યમ અને દમ ને નિરર્થક કરી દે છે . યમ કહે હું કોનું નિયમન કરું અને દમ કહે હું કોને વિજયી કરું? આવા મહાપુરુષ જ્યાં જાય છે ત્યાં ત્યાં મહાતીર્થ બની જાય છે .આવા સાધુ ને સૂર્ય ની ઉપમા કેમ આપવી? સૂર્ય માં અસ્ત થવા નો દોષ છે . ચંદ્ર પણ કોઈક વખતે જ પૂર્ણ હોય છે ...આવા સાધુ સદૈવ સંપૂર્ણ હોય છે . આવ સાધુ વરસે તો મેઘ ની જેમ વરસે પણ મેઘ પણ વરસી ને ચાલ્યા જાય છે તેની ઉપમા કેમ આપવી !આવા સાધુ નીસંશય પાંખવાળા સિંહ કહી શકાઈ ! મારા નામ નો યથાર્થ ઉચ્ચાર કરવા સહસ્ત્ર જન્મ મારી સેવા કરવી પડે ,જયારે આવા સાધુ કે જે યથાર્થ મારા નામ નો ઘોષ કરે છે તેની આગળ મારું નામ પણ વિનોદ થી નૃત્ય કરે છે . હું ક્યાય મળતો નથી પણ આવા સાધુ માં મારો નિવાસ હમેશા છે . એક બાજુ છુલુક જીવ અને બીજી બાજુ પરબ્રહ્મ હું સિવાય કોઈ ને જોતા નથી અને નાના મોટા સર્વ જીવ ને સરળ ભાવે આઠે અંગે નમસ્કાર કરે છે .નમ્રતા તેમની અક્ષય સંપત્તિ .છે .જયનાદ કરી સર્વ કર્મ મને અર્પણ કરે છે .મન અપમાન રહિત આવા સાધુ મારા સ્વરૂપ જ બની જાય છે અને છતાં નિરંતર મારી સેવા કરતા રહે છે ..અર્જુન ! આગળ હવે હું તને જ્ઞાન યજ્ઞ રૂપી ભક્તો કેવા તે સમજાવીશ. ज्ञानयज्ञेन चाप्यन्ते यजन्तो मामुपासते। एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम्।। જ્ઞાનયજ્ઞ વડે કોઈ સમજવા મથતો ,ઉપાસતો મને અદ્વૈત કે દ્વૈત કે વિશિષ્ટ દ્વૈત ની વિશ્વભાવના થી… 15 બ્રહ્મ નો આદિ સંકલ્પ એક માંથી અનેક હોવા (દ્વૈતભાવ) ની ભાવના . આ ભાવના યજ્ઞ નો સ્તંભ છે .જીવ બ્રહ્મવિચાર રૂપી મહામંત્ર દ્વારા પોતાના અને ઈશ્વર ના ભિન્નત્વ (દ્વૈતભાવ )ની આહુતિ આપી તે ભાવ( દ્વૈતભાવ)નો નાશ કરી નાખે છે .તે વખતે અજ્ઞાન નાશ પામી જાય છે ..પંચવિધ ઇન્દ્રિય જયારે મન પાસે જાય છે ત્યારે ત્રિવિધ ગુણો (સત્વ રજસ તમસ ) માં પરિણામે છે .જયારે તે બુદ્ધિ પાસે પહોચે છે ત્યારે તે દ્વિભાવ ,દ્વંદ ભાવ કે દ્વૈતભાવ ને પામે છે . ત્યાંથી આગળ આત્મા પાસે તે એકત્વ ને પામે છે. પોતાના જીવભાવ ને ભૂલી તે તૃણ થી બ્રહમ પર્યંત સર્વત્ર એક જ આત્મતત્વ વ્યાપ્ત છે તે પ્રમાણે એક્યભવ પ્રાપ્ત કરી મારી ભક્તિ કરે છે .ભિન્ન ભિન્ન પ્રાણી માં એક અભિન્ન તત્વ ના રૂપે હું ઉપસ્થિત રહું છું અને આ બધું મારું જ છે તેવી ભક્તો ની ધારણા હોય છે . હે પાંડવ, આ પ્રમાણે ઇન્દ્રિયો નથી જુદા જનતા સર્વ પ્રાણી અને પદાર્થો માં અભેદૃપી જ્ઞાન યજ્ઞ કરે છે તે જ સાચો જ્ઞાની છે .પ્રત્યેક વસ્તુ માં મારા સિવાય કોઈ નથી એવો તેના આત્મવિચાર હોઈ છે .તે પોતાને આત્મરૂપ અનુભવી બ્રહ્મરૂપ થઈ યથાર્થ જ્ઞાન થી મને પ્રાપ્ત કરવા ની ઉપાસના કરે છે . વાસ્તવ માં સર્વત્ર રહેલા મને કેટલાક એકત્વ બુદ્ધિ થી- મને એક જ સમજી નમસ્કાર કરે છે ,ભજે છે .જયારે કેટલાક મને પૃથક બુદ્ધિ થી ..જુદી જુદી સમજ થી મને નમસ્કાર કરે છે ભજે છે .જેમ સંસ્કૃત માં અશ્વ કહે અને ગુજરાતી માં ઘોડો કહે તેમ પદાર્થ એક જ છે પણ નામ જુદા છે . પવન થી માટી ના રજકણ ઉપર જાય ,તો પણ તેઓ પૃથ્વી થી ભિન્ન થતા નથી ,તે જ પ્રમાણે ગમે તે ભાવના થી ગમે તે થાઓ અથવા ના થાઓ ,પણ તે સર્વ હું જ છું તેવી જેના મન ની વૃત્તિ થઇ ગઈ છે .મારા સ્વરૂપ ની વ્યાપકતા નો બોધ તેને થયેલ છે માટે વિશ્વ અનેક સ્વરૂપે દેખાશે તો પણ તે અનેક સ્વરૂપે હું જ છું તે પ્રમાણે વ્યવહાર રાખશે .તેના જ્ઞાન ને અંતર્બાહ્ય ભેદ નથી .એકત્વેન પૃથ્ક્ત્વેન શબ્દો એક જ પદાર્થ માટે છે. એક્ત્વેન માં -આખું વિશ્વ ભગવાન નું અને સર્વત્ર ભગવાન ! બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર ની વિભૂતિ , જીવાત્મા એક થઈ ગયા !! તે તત્વ અને હું એક થયા ..અહં બ્રહ્માસ્મિ ! અને જે એક છે તેનો હું છું એમાં અલગતા..પૃથકતા આવી ..આમ લોકો એકત્વેન પૃથ્ક્ત્વેન થી ઉપાસના કરે છે .નવમાં અધ્યાય માં આ જ સમજાવવા નું છે ..સૃષ્ટિ નો નિયમ 'તે' જ છે ...ઉપાસક 'તે' જ છે અને ઉપાસક દ્રવ્ય પણ 'તે' જ છે .. હું જ ઉપાસક, હું જ ઉપાસ્ય, હું જ ઉપાસના !! આગળ ના શ્લોક માં સ્પષ્ટ કરે છે. સર્વાત્મારૂપ પ્રભાવ સહીત ભગવાન નું સ્વરૂપ વર્ણન अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम्‌ । मंत्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम्‌ ॥ હું સંકલ્પ ,હું યજ્ઞ ,હું સ્વધા ,હું જ ઔષધ મંત્ર હું ,હું આહુતિ ,હું અગ્નિ, હું જ હવન છું….16 હું જ ઉપાસક, હું જ ઉપાસ્ય, હું જ ઉપાસના… જયારે મનુષ્ય ના અંતર માં યથાર્થ જ્ઞાન નો ઉદય થાય છે ત્યારે સર્વ આ નિયામક તત્વ જ છે તેવો બોધ થાય . તે નિયામક તત્વ ઉપાસના ,ઉપાસ્ય દ્રવ્ય કે પછી ઉપાસક સર્વ તે જ છે .સંકલ્પ ભગવાન ની શક્તિ થી, યજ્ઞ ભગવાન ની શક્તિ થી ,યજ્ઞ નું ફળ પણ ભગવાન આપે.! સ્વ ને ધારણ કરવા ની શક્તિ પણ તે જ , સ્વાહા થઈ જવા ની શક્તિ પણ તે જ , હવન નો અગ્નિ તેમાં બોલાતા અર્થસભર મંત્ર અને વાતાવરણ નિર્મિતિ કરતા ઔષધ પણ તે જ છે ! !શ્રદ્ધા પૂર્વક બધે જ ભગવાન નું નામ લગાડવા થી કામ ક્રોધ મદ મોહ લોભ અહંકાર દુર થાય ! ભગવાન નું એશ્વર્યા એટલું કે તેનું નામ જ્યાં લાગે ત્યાં થી ક્ષુદ્રતા નાશ પામે ! पिताहमस्य जगतो माता धाता पितामहः । वेद्यं पवित्रमोङ्कार ऋक्साम यजुरेव च ॥ જગત નો પિતા ,માતા ,ધારક ને પિતામહ હું છું ! જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર ને ચતુર્વેદ હું છું..17 જેના દ્વારા આ અષ્ટધા પ્રકૃતિ ( માયા) જગત ને જન્મ આપે છે તે પિતા ..જગત પિતા હું છું . અર્ધ નારી નટેશ્વર એવા હું માં પુરુષ હું અને સ્ત્રી પણ હું ,lતે પ્રમાણે સ્થાવર અને જંગમ જગત માં જે કઈ છે તેની માતા ને પિતા હું જ છું . અને હું જેમાં થી ઉત્પન્ન થાવ છું તે મારું નિર્ગુણ સ્વરૂપ પિતામહ છે . જેના થી જગત વૃદ્ધિ પામે છે તે ધારક શક્તિઓ પણ હું જ છું . વેદ અને અનેક શાસ્ત્રો ના જ્ઞાન એકેત્ર થાય છે તે વેદ્ય હું છું અને ચતુર્વિધ વાણી ( પરા,પશ્યંતી મધ્યમાં વૈખરી ) નું મંદિર ઓમકાર હું છું .ઓમકાર ના ગર્ભ અ ,ઉ ,મ માં થી ઉત્પન્ન ત્રણ વેદ હું જ છું . આ જગત નો પિતા હું ,તેનું નિયમન હું કરું ,સંસ્કાર આપે તેવો પિતા હું છું ..જેમ દાદા પૌત્ર ને ભાવ થી પોતાની વાતો કરે તેમ ભાવપૂર્ણ રીતે કેહ્વાયેલા આ શ્લોક છે .ભક્ત અને ભગવાન નો સંબંધ સમજાવે છે .ભાવ્વૃતી થી માનસ ને પ્રભુ પાસે લઇ જવાની વૃતિ થી ભગવાન પોતે પોતા ના મુખારવિંદ થી બોલતા રહેલા છે કે હું કોણ છું? આમ બોલવા માં કેટલી જાબદારી છે ? ગીતા માં સંપૂર્ણ જ્ઞાની ભગવાન ડહાપણ અને પૂર્ણ વિશ્વાસ થી પોતાની વિવિધ ભૂમિકા આ જગત ને સમજાવે છે . [પોતે માં છે કુપુત્રો જાયેત કવચિદ અપી કુમાતા ના ભવતિ . મોટા મોટા ભક્તો એ ભગવાન ને માં કહી હાક મારી છે .માબાપ વગર પણ છોકરો જીવી જાય ..ભગવાન કહે છે કે હું તેથી વિશેષ તને ધારણ કરવા વાળો છું તને ઉપાડવા વાળો છું સંભાળવા વાળો છું . માં બાપ ઉછેરે પણ સાતમે પડદે થોડો સ્વાર્થ હોઈ શકે..કે ગઢપણ માં સંભાળશે ..પરંતુ દાદા નો અપેક્ષારહિત પ્રેમ હોય છે તેમ ભગવાન નો અપેક્ષારહિત આપના ઉપર પ્રેમ છે તેવું નિર્ધાર સાથે ભગવાન કહે છે .. ભગવાન કહે છે કે જો થોડું જ્ઞાન લે તો ખબર પડે કે તારું જીવન કોણ ચલાવે છે? તારી સદા નજદીક નો કોણ ? માં સ્તનપાન કરાવે પરંતુ પહેલી જ વાર ધાવવા નું જ્ઞાન અંતર્પ્રેરના થી કોણ આપે છે? ભગવાનઅહી પ્રેમ થી ભ પોતાનું વર્ણન ભક્તો માટે કરે છે . હું પવિત્ર છું અપવિત્ર ને હું પવિત્ર કરું છું .મારા સ્વરૂપ પ્રકટ સાધુઓ માં હું છું આવા પવિત્ર સાધુ ના સ્પર્શ થી અપવિત્ર પણ પવિત્ર થશે . અંતિમ પવિત્ર એટલે અન્દરરહેલું સત તત્વ . જ્ઞાની ભક્ત સાધુ ના પ્રત્યેક અંગ માં સત તત્વ રૂપે હું છું ... દરેક અપવિત્ર વસ્તુ વ્યક્તિ સાથે મારું નામ લગાડી જુઓ ,હું તેને પવિત્ર કરીશ .દરેક પદાર્થો માં મારો હાથ ફરે છે એમ ખાતરીપૂર્વક સમજી લો તો બધું પવિત્ર થશે . ટૂંક માં માયાજનીત જગત નું પાવિત્ર્ય કેવળ ભગવાન છે ! જે વાણી થી ઓમકાર જપ કરો છો તે પણ હું જ છું ,સદવિચાર (વેદ) હું છું ..bible માં સદવિચાર હોય તો તે પણ હું જ છું .આમ જીવન ઉન્નત કરનાર ,જીવન ઘડનાર, જીવન બદલનાર ,જીવ ને મારો બનાવનાર ,મારો આત્મીય બનાવનાર પણ હું જ છું . गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत्‌ । प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम्‌॥ ગતિકારક ,પોષક , ધણી ,સાક્ષી ,નિવાસ ,શરણ અને મિત્ર હું છું પ્રજારૂપ ,પ્રલય, સ્થાન નિધાન , બીજ, અવિનાશી પ્રભુ હું છું.. હું જ ગતિ દેનાર છું, આકાશ નું વ્યાપવું ,વાયુ નું ચાપલ્ય ,અગ્નિ નું બળવું ,મેઘ ની વૃષ્ટિ,પર્વત ની સ્થિરતા , પૃથ્વી નું ભારવહન ,સૂર્ય નું અથમવું અને ઊગવું ,સર્વ પ્રાણી માં ગતિશીલ પ્રાણ ,વાણી માંથી નીકળતા વિચારો હું છું . આકાશ ની જેમ સર્વે વ્યાપી ને સાક્ષીભૂત રેહનાર પણ હું જ છું . મારામાં જગત અને જગત માં હું, તેમ જગત નું વસ્તીસ્થાન પણ હું જ છું . એકનિષ્ઠા થી મને ભજનાર એવા શરણાગત નું રક્ષણ કરનાર હું જ છું . કીડી ને કાન અને હાથી ને હારો આપનાર પણ હું જ છું . પ્રાણી માત્ર ને જે પ્રિય છે તે હું છું .ત્રિભુવન માં જીવન હું છું. ઉત્પત્તિ, સ્થિતિ, લય હું છું… અવ્યકત વાસનારૂપી બીજ ..તેનો કલ્પ ને અંતે લય થાય પછી પુનઃ જગત નું નિર્માણ કરનાર હું છું . હે અર્જુન ,સૌ કોઈ જેના આદેશ થી સર ઝુકાવે અને કર્તવ્ય પાલન કરે ,એવા સમર્થ જગત નો નાથ હું જ છું…. तपाम्यहमहं वर्षं निगृह्‌णाम्युत्सृजामि च । अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥ તપાવનાર હું ,હું જ વર્ષા વરસાવતો અને રોકતો અમૃત રૂપ મૃત્યુ રૂપ સતરૂપ અસત રૂપ હું જ છું. હું સૂર્ય રૂપે તપું એટલે વિશ્વ શુષ્ક બની જાય છે ...ઇન્દ્ર રૂપે વરસું એટલે ફરી સમૃદ્ધ થાય છે જેમ લાકડું અગ્નિરૂપ બને છે તે પ્રમાણે મરનાર અને મારનારા મારા જ સ્વરૂપ બની જાય છે .મૃત્યુ ના જે જે રૂપ છે તે મારા જ રૂપ છે અને ના મરનારા તો મારા સ્વરૂપ છે જ .સત અને અસત ,ભલા અને બુરા બંને મારા જ અંગો છે . સમસ્ત જગત અંતર્બાહ્ય બધે હું જ ભરેલો છું જગત માર રૂપ છે પણ જીવ ને તેના કર્મો આડા આવે છે અને મને જ 'નથી' તેમ કહે છે ..અમૃત ના કુવા માં બધા છે પરંતુ યથાર્થ જ્ઞાન ના હોવા ને કારણે અમૃત રસ લઇ શકતા નથી .યથાર્થ જ્ઞાન વગર સદકર્મ કરનાર નો શ્રમ વ્યર્થ જાય છે સકામ અને નિષ્કામ ઉપાસના નું ફળ त्रैविद्या मां सोमपाः पूतपापायज्ञैरिष्ट्‍वा स्वर्गतिं प्रार्थयन्ते। ते पुण्यमासाद्य सुरेन्द्रलोकमश्नन्ति दिव्यान्दिवि देवभोगान्‌ ॥ દીવ્યરસ વેદપાન કરી, સકામ સફળ યજ્ઞ કરી, યાચના સ્વર્ગ ની કરે તેઓ પુણ્ય ફળ રૂપ સ્વર્ગ પામી ,દેવતાઓ ના દિવ્ય ભોગ ભોગવે છે . આવા ફળ માટે યજ્ઞ કરનાર ,યજ્ઞ કરી પુણ્ય ના નામે પાપ કમાઈ છે .તેઓ સ્વર્ગ ની ઈચ્છા રાખી મને ભૂલી જાય છે ...કલ્પવૃક્ષ નીચે ઉભા રહી ભીખ માગવા જેવું કરે છે !..અજ્ઞાની સ્વર્ગ ના સુખ ને પુણ્યશાળી માને છે પરંતુ જ્ઞાની તેને જન્મ મરણ ના ફેરા માં પાડનાર દિન હીન સમજે છે .સ્વર્ગ માં સુખ છે, નરક માં દુખ ..બંને આડમાર્ગ છે .પણ બંને થી ભિન્ન અખંડ આનંદ દાયક નિર્દોષ સુખ તો મારા સ્વરૂપ ને જાણવાથી જ મળે છે .જ્યાં સુધી પુણ્ય અવશિષ્ટ રહે ત્યાં સુધી સ્વર્ગ ના સુખ ભોગવી શકે ! ते तं भुक्त्वा स्वर्गलोकं विशालंक्षीणे पुण्य मर्त्यलोकं विशन्ति। एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ॥ ભોગવી સ્વર્ગલોક વિશાલ ,ક્ષીણ પુણ્ય નો થતા આવે છે તે આ લોક માં વેદોકત યજ્ઞ કર્મ છતાં ફળ લોભી , પડે છે જન્મ મરણ ના ચકરાવા માં 21 આમ ફળ ની ઈચ્છા રાખનાર ,પુણ્ય પુરા થતા સ્વર્ગલોક માંથી પાછો આવે છે .તેની સ્થિતિ અત્યંત લજ્જાસ્પદ છે ..જ્ઞાનેશ્વર મહારાજ કહે છે ..કે તેની સ્થિતિ તો તે ધનવાન જેવી છે કે જે પોતાની પત્ની ને છોડી વેશ્યા ના પ્રેમ માં પડી ધૂળધાણી થઇ નિર્ધન થઇ જાય છે .મનુષ્ય ભલે વેદાર્થ જ્ઞાની હોય પણ મને ઓળખ્યા વગર તેનો જન્મ વ્યર્થ છે ..માટે જન્મ મરણ માંથી બચવા તું મને જ ઓળખ ..અન્ય ને નહિ.. ફળ ને પણ ભૂલી જા .. બસ મને જ યાદ કર ..મારી જ ઈચ્છા કર ..તું સદા સુખી રહીશ ! अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते । तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्‌ ॥ અનન્ય ચિંતન મારું કરી, જે જન મને ભજતા રહે તેવા નિત્ય યુક્ત પુરુષ નું હું કરું છું યોગક્ષેમ વહન એકનિષ્ઠ અંતકરણ થી જે મારું ચિંતન કરી સેવા કરે ,તેની સેવા હું પોતે જ કરું છું .બધું ભૂલી મારી સેવા કરે ત્યારે મને તેની ચિંતા રહે છે .આવા સમયે તે જે કઈ સંકલ્પ કરે તે સઘળા મારે પુરા કરવા પડે છે .જેમ માં બાળક નું રક્ષણ કરે..જેમ પંખ વગર ના પક્ષી ની જીવન રક્ષા પંખીની ને કરવી પડે ..તેમ મારે આવા સરળ જીવ નું રક્ષણ કરવું પડે છે .તે પ્રેમ ઝંખે તો હું તેને પ્રેમ આપું .. તેનો અહં મને સમર્પિત છે એટલે તેના અહં નું પણ મારે રક્ષણ કરવું પડે.. આમ જેનો સર્વ બોજો મારા પર હોય, જે મારા આશ્રયે હોય ,તેનો યોગ ક્ષેમ મારે ચલાવવા નો છે .. ગીતા માં તત્વ જ્ઞાન તો છે ..પણ આવા જબરજસ્ત આશ્વાસનો પણ છે ...તત્વ જ્ઞાન ઉભેલાને દોડતો કરે ..પરંતુ શ્રી કૃષ્ણ ના આશ્વાસન તો બેઠેલા ને ઉભો કરે.. તું મારો થઇ જા ..હું તારો જ બની તારું રક્ષણ કરીશ ...જગત ના રણ મેદાન માં હું સાથે જ છું ...હું પ્રતિજ્ઞા તોડી ને પણ તારું રક્ષણ કરીશ જ ... મોહ છોડી દે ..આ બધા તારા નથી.. તું મારો થઇ જા અને પછી જો ..તારે કશું કરવા નું નથી.. હું બધું સંભાળીશ ... ! येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः । तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्‌ ॥ 22

No comments: