Wednesday, January 2, 2013

નારી સન્માન

નારી સન્માન
હાલ દિલ્હી માં ઘટેલ ઘટના ઉપર બધા વિચારી રહ્યા છે .ભારતીય સંસ્કૃતિ ના બે મુખ્ય મહાકાવ્ય રામાયણ અને મહાભારત ની ધારાવાહિક દૂરદર્શન ઉપર જે રજુ થઇ તેને પ્રમાણભૂત ગણીએ કારણ કે તેના બનાવનાર લોકોએ સંનિષ્ઠ સંશોધન કરી તેનું નિર્માણ કરેલ છે તેમ કહી શકાય . 5000 વર્ષ પહેલા નું ભારત વેશભૂષા ની બાબત માં અત્યંત આધુનિક હતું . હાલ સ્ત્રીની વેશભૂષા ઉપર પ્રહાર થાય છે ,તે કદાચ તેમના સંરક્ષણ ની દ્ર્રષ્ટિ થી આપદ ધર્મ સમજી વ્યવાહરું વલણ કહી શકાય કે કેમ તે ચર્ચા નો વિષય છે .રામાયણ ના વખત માં નારી આધુનિક વસ્ત્રો પરિધાન કરતી છતાં પણ સલામંત હતી જ .કારણ સમાજ વિચારવંત હતો અને નારી સન્માન ને ઘર માં થી જ પ્રધાનતા આપતો હતો . કામ વાસના અતિ ગૌણ વિષય હતો .મનુષ્ય નિઃવિષયી ,નિર્વિકારી કેમ બને તે માટે પાયા નું શિક્ષણ ઘર માંથી માબાપ જ આપતા . કામ વાસના ને અતિ મહત્વ નો સમજનાર આ યુગ પોતાની ઘોર ખોદી રહ્યો છે ,પરિણામે વિકૃતિ માં ફસાયેલ મનુષ્ય કયારે રાક્ષસ બની જાય છે તે તેને પણ ખબર નથી રહેતી અને નારી આજે તેના ઘર માં જ અસુરક્ષિતતા અનુભવે છે . રામ અને લક્ષ્મણ નો સંવાદ જે વાલ્મીકી રામાયણ માં છે તે અતિ સુંદર છે ...રામ પૂછે છે હે લક્ષ્મણ ! ભૂખ હોઈ અને ફળ થી લચેલા વૃક્ષ હોય ,એકાંત માં યુવાન સ્ત્રી હોઈ તો તેને જોઈ કોનું મન ના લલચાય ?..લક્ષ્મણ કહે છે ...માતા યસ્ય પતિવ્રતા ,પિતા યસ્ય કુળવાન તસ્ય ના ચલતે મન ...જેની માં પતિવ્રતા હોય અને જેના બાપ સારા કુલ માં જન્મેલ હોય તેનું મન આવા સંજોગો માં પણ ના ચલાયમાન થાય .આ તે સમાજ છે જે કહેતો કે મન હાલી જાય તો તેના માબાપ માં ખામી ..સંસ્કાર ની ખામી , કુટુંબ અને કુલ ના ગૌરવ ની વાત !
નારી સન્માન માં ઘસરણ ની શરૂઆત મહાભારત ના સમય માં શરુ થઇ ...દ્રૌપદી ના ચીરહરણ ની ધટના મહાભારત થવા નું મુખ્ય કારણ હતી . ધુતરાષ્ટ્ર ગાંધારી ના સંસ્કાર ની ખામી, દુર્યોધન જેવા વીર પુરુષો નો અહંકાર, ધર્મ રાજા જેવા પણ સ્ત્રી ને વસ્તુ સમજી જુગાર માં ઉતારવી, કર્ણ અને શકુની કુસોબત , અને દ્રૌપદી ની પોતાની અવળ વાણી તે નારી ના અપમાન ના મુખ્ય કારણો  હતા નહિ કે અતૃપ્ત કામ વાસના .
 
કૃષ્ણ ભગવાન અર્જુન ને ગીતા ઉપદેશ આપેલ છે તેમાં કામ વાસના ઉપર વિવેચન અને માર્ગદર્શન તો છે જ પરંતુ અહંકાર, લોભ, અ વિવેક, મન બુદ્ધિ કે જે નારી ના અપમાન ના કારણો બનેલ તેના ઉપર પણ સુંદર માર્ગદર્શન છે ટૂંક માં નારી અપમાન ની ઘટના માં થી મહાભારત અને મહાભારત ની મધ્ય માં ભગવાને ગીતા કહી છે માટે આપને એવું તારવી શકીએ કે આજ ની જટિલ સમસ્યા ,નારી ના સ્વમાન અને સંરક્ષણ ની છે તેનું સમાધાન ગીતા માં છે .
પ્રત્યેક સ્ત્રી પુરુષે અસ્મિતા સભર જીવન જીવવા માટે ગીતા નો સ્વધ્યાય કરવો આવશ્યક છે . જ્ઞાન અને વૈરાગ્ય ની વાત કરનાર ગીતા ..લગ્ન જીવન માં એવા પવિત્ર કામ ને ભગવાન ની વિભૂતિ ગણેલ છે અને સાથે સાથે ...કામ માં થી ક્રોધ . ક્રોધ માં થી સંમોહ ,સમોહ થી વિસ્મૃતિ,..વિસ્મૃતિ થી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશ થી સર્વનાશ ની કડી રજુ કરી છે ...ઉપાય ના રૂપે ..ભક્તિ ..ભગવાન ને મન બુદ્ધિ અને અહંકાર નું સમર્પણ અને મનુષ્ય ને ઉત્તમ પુરુષ .પુરુષોત્તમ બનવા નું ધ્યેય આપેલ છે .નારી સન્માન ના પુરસ્કર્તા કૃષ્ણ ના જીવન નો અભ્યાસ નથી તેવા લોકો કૃષણ ઉપર વ્યભિચાર ના આક્ષેપ કરે છે? નારી સન્માન ..સમાજ ના સ્થેર્ય માટે જરૂરી છે ..સ્ત્રી ના પોશાક નહિ પુરુષ ના મન અને બુદ્ધિ બદલવા ની વાત 5000 વર્ષ પહેલા આ ભારત દેશ માં થઇ છે ..તેની આ દુર્દશા માટે એ લોકો જવાબદાર છે કે જેમણે ગીતા ને કોર્ટ રૂમ માં ખોટી પ્રતિજ્ઞા લેવા માટે રાખી દીધી છે ...કે ચોખા અને કુમકુમ તિલક કરી પૂજા માં રાખી દીધેલ છે ..ગીતા નો સ્વાધ્યાય અને સંત નો સંગ ..આ દુર્દશા માંથી બહાર લાવે તેમ છે ....
આંખ માં ભગવાન બેસી જાય તો સર્વત્ર હરિદર્શન ...નારી માં ઈશ્વર જોવાની રાહ બતાવતો ..નારી ને દેવી માનનાર આપણે આપણા પુત્રો ને ધુતરાષ્ટ્ર અને ગાંધારી ની માફક છોડી દીધા છે ...દીકરીયો ને અસુરક્ષિત કોને કરી છે ? આપણે અને આપણી અંદર બેઠેલ ધુતરાષ્ટ્ર અને ગાંધારીએ ...લક્ષ્મણ ને યાદ્દ કરો ગાળ માબાપ ને જાય છે .
To be continued

No comments: